શરૂ અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન અત્યંત રહેમવાળો છે
અય તે જે બંદો સવાલ કરે તો તેને આપે છે. અને જયારે તે કોઈ ચીઝની આશા રાખે તો તેની આરઝૂ પૂરી કરે છે. જયારે તે તેની તરફ આગળ વધે તો તેને નિકટ કરી લે છે. જયારે તે ખૂલ્લી નાફરમાની કરે તો તેના ગુનાહ પર પર્દો નાખી ઢાંકી દે છે. અને જયારે તે તેના પર વિશ્વાસ કરે તો તેની જરૂરત પૂરી કરે છે.
મારા માઅબૂદ ! કોણ છે જે તારી બારગાહમાં મહેમાન થવા માંગતો હોય તો તું તેની મહેમાની નથી કરતો ? કોણ છે જે બક્ષિશની આશા લઈ તારા દરવાજા પર આવે તો તું તેના પર ઉપકાર નથી કરતો ? શું એ ઉચિત છે કે ? હું તારા દરવાજેથી નિરાશ પાછો ફરૂં ? જયારે કે તારા સિવાય કોઈ મવલા નથી જોતો, જે ઉપકાર અને મહેરબાની કરવાવાળા હોય, પછી શા માટે તારા સિવાય કોઈ બીજાથી આશા રાખું ? જયારે દરેક ભલાઈ તારા હાથમાં છે તો શા માટે તારા સિવાય કોઈથી આરઝૂ કરૂં.
જયારે તું સર્જન અને હુકમનો માલિક છે તો શું તારાથી આશા છોડી દઉં. જયારે તું મને વગર માંગે જ પોતાની કૃપાથી દરેક વસ્તુ અર્પણ કરે છે તો શું તું મારા જેવા શખ્સને મોહતાજ કરશે. જયારે કે મેં તારો પાલવ પકડ્યો છે. અય તે જેણે પોતાની રહેમતથી ઈરાદો કરનારાઓ ભલાઈ આપી અને જે માફી માગનારાઓને પોતાના વેરથી તંગ નથી કરતો.
તને કેમ ભૂલી જાઉં, જયારે તારી યાદમાં રચ્યોપચ્યો રહું છું. કેમ તારાથી ગાફિલ રહું ? કેમકે તું મારો રખેવાળ છે. મારા માઅબૂદ ! મેં પોતાના હાથ તારી કૃપાના પાલવથી લગાડી રાખ્યા છે અને તારી અતાઓની આશા રાખેલ છું, તો મને તારી તવહીદ સાચી માનવાવાળાઓમાં શામિલ કરી લે. અને મને તારા ચુંટેલા બંદાઓમાં ગણી લે.
અય તે દરેક ભાગનાર તેનો આશરો લે છે અને દરેક માંગનાર જેનાથી આશા રાખે છે. અય શ્રેષ્ઠ આશાઓ પૂરી કરનાર, અય શ્રેષ્ઠ પુકારવામાં આવનાર, અય જે માંગનારને ધૂત્કારતો નથી, અને જે આશાવાનને નિરાશ નથી કરતો. અય તે જેનો દરવાજો પોકારનારાના માટે ઉધાડો છે, અને ઉમ્મીદવાર માટે પરદો ઊંચકેલો છે.
હું તારી કૃપાના વાસ્તાથી સવાલ કરૂં છું કે મારા પર તારી અતાથી એવા એહસાન કર જેનાથી મારી આંખો ઠંડી થઈ જાય અને એવી આશા આપ જેનાથી મને ચેન આવી જાય. એવું યકીન આપ કે જેનાથી દુનિયાની મુસીબતો મારા માટે હળવી થઈ જાય. અને મારી સમજબૂજ પરથી મૂર્ખાઈ પડદા દૂર થઈ જાય, તારી રહેમતના સાથે, અય સૌથી વધારે રહેમ કરવાવાળા.
اَللّٰهُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
-